લોગવિચાર :
શિખ ફોર જસ્ટિસ પ્રમુખ તેમજ ખાલિસ્તાન સમર્થક આતંકી ગુટપતવંતસિંહ પન્નુએ પીલીભીતમાં થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ ખાલિસ્તાની આતંકીઓ ઠાર થયા બાદ મહાકુંભમાં બદલો લેવાની ધમકી આપી છે. તેની ધમકી બાદ મહાકુંભની સુરક્ષાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મહાકુંભમાં ત્રિસ્તરીય ચેકીંગ બાદ પ્રવેશ મળશે. સુરક્ષા એજન્સીઓની સાથે સાથે ગુપ્તચર વિભાગ પણ સક્રિય બની ગયો છે. શહેરમાં તકેદારી વધારી દેવાઈ છે. પોલીસ દરેક શંકાસ્પદ પર નજર રાખી રહી છે.
મહાકુંભમાં સુરક્ષાને અભેદ બનાવવા માટે ત્રિસ્તરીય ચેકીંગની વ્યવસ્થા રહેશે. જિલ્લાની સીમમાં આવનારા વાહનો અને વ્યકિતઓની પ્રથમ તબકકામાં તપાસ થશે ત્યાર બાદ મેળા ક્ષેત્રમાં પ્રવેશ દરમિયાન દરેક વ્યકિત પર નજર રહેશે. આ સાથે જ મેલા ક્ષેત્રમાં એ આઈ કેમેરાની મદદથી રેકગ્નિશનથી શંકાસ્પદ વ્યકિત સ્કેન કરવામાં આવશે.
બે દિવસની મુલાકાતે આવેલા એડીજી લો એન્ડ ઓર્ડર અમિતાભ યશે પણ વ્યાપક સુરક્ષા વ્યવસ્થાની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એસટીએફ, એટીએસ અને અન્ય એજન્સીઓ પૂરી રીતે સતર્ક છે. જયારે ટુંક સમયમાં જ મેળા ડયુટીમાં 218 આઈપીએસ અધિકારીઓની તૈનાત રહેશે. જલ, થળ, અને વાયુ સુરક્ષામાં બોટ અને વાયુ સેનાના હેલીકોપ્ટર તૈનાત કરી દેવાયા છે.
પ્રયાગરાજમાં મહાકુંભ પહેલા નવો નારો-ડરેંગે તો મરેંગે : પોસ્ટરો લાગ્યા
ઉતરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદીત્યનાથે આપેલા સુત્ર ‘બટેંગે તો કટેંગે’પછી હવે પ્રયાગરાજમાં મહાકુંભનાં અવસરે ‘ડરેંગે તો મરેંગે’ લખેલા હોર્ડીંગ લાગ્યા છે. આ હોર્ડીંગ જગદગુરૂ રામનંદાચાર્ય નરેન્દ્રચાર્ય દ્વારા લગાવવામાં આવ્યા છે,. જેમાં તેમની પોતાની તસ્વીર પણ છે.
પન્નુ આવ્યો તો ફૂટબોલ બનાવી દઈશું: મહંત રવિન્દ્રપુરીનો હુંકાર
આતંકી પન્નુનાં મહાકુંભને ટાર્ગેટ બનાવવાના નિવેદન પર અખિલ ભારતીય અખાડા પરિષદ અને મનસાદેવી ટ્રસ્ટનાં અધ્યક્ષ મહંત રવિન્દ્ર પુરીએ મોટુ નિવેદન કર્યુ છે. તેમણે કહ્યું હતું કે પન્નુ માનસીક રોગી છે. જે આવુ નિવેદન આપી રહ્યો છે. જો તે મહાકુંભમાં આવ્યો તો સંતો તેને ફૂટબોલ બનાવીને રમશે.