તિરંગા ફિલ્મની રીમેક બનશે : અભિનય અક્ષયકુમાર કરશે?

લોગ વિચાર :

નાના પાટેકરની 1993માં રીલીઝ થયેલી ફિલ્મ ‘તિરંગા’ની રીમેક બનવાની છે. એ રીમેકમાં અક્ષયકુમાર જોવા મળે એવી શક્યતા છે. ‘તિરંગા’ને મેહુલકુમારે ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરી હતી. એનએચ સ્ટુડિયોઝ પાસે આ ફિલ્મના રાઇટ્સ છે અને તેમણે એની રીમેક બનાવવાનો ફેંસલો કર્યો છે.

આ ફિલ્મના લીડ રોલ માટે અક્ષયકુમારને અપ્રોચ કરવામાં આવ્યો છે અને તેણે પણ આ ફિલ્મ માટે હામી ભરી છે. એના માટે તેને સાઇનિંગ અમાઉન્ટ પણ આપવામાં આવી છે. ‘તિરંગા’ની રીમેકને કોણ ડિરેક્ટ કરશે એ વિશે જાણવા નથી મળ્યું.

‘તિરંગા’ના ટાઇટલના રાઇટ્સ મેહુલકુમાર પાસે છે અને એથી આ રીમેકનું ટાઇટલ કદાચ અલગ રાખવામાં આવશે. એ વિશે મેહુલકુમાર કહે છે, ‘હા, મારી પાસે ટાઇટલના રાઇટ્સ છે. મેં ‘મિશન તિરંગા’ ટાઇટલને રજિસ્ટર કર્યું છે, પરંતુ ફિલ્મના રાઇટ્સ એનએચ સ્ટુડિયોઝ પાસે છે.

તેમણે મને ટાઇટલ માટે અપ્રોચ કર્યો હતો. મેં તેમને જણાવ્યું કે કેટલીક નોંધપાત્ર ફિલ્મોની રીમેક ન બનાવવામાં આવે તો જ સારું છે. આજે જો ‘તિરંગા’ની રીમેક બનશે તો લોકો તરત નાના પાટેકર અને રાજકુમાર સાથે સરખામણી કરવા માંડશે. એમાં પણ જો પર્ફોમન્સ નોંધપાત્ર નહીં હોય તો લોકોને એ ગમશે.’