લોગવિચાર :
લાખો-કરોડો ભક્તોની આસ્થા ધરાવતા તિરૂપતિ બાલાજી મંદિરના લડુ પ્રસાદમાં પશુની ચરબી હોવાના ઘટ્ટસ્ફોટથી તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા જ છે જ્યારે સમય વિવાદ પાછળ પ્રસાદમાં વપરાતા ઘીમાં કરાયેલા બદલાવું છે કે કેમ તે વિશે પણ ચર્ચા શરુ થઇ છે. કોંગ્રેસ શાસન વખતે નંદીની ઘીનો કોન્ટ્રાક્ટ રદ કરી દેવાયો હતો અને તેના બદલે સસ્તુ ઘી આપનાર કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ તિરૂપતિના લડ્ડુ પ્રસાદમાં પશુની ચરબીનો આક્ષેપ કર્યા બાદ લેબોરેટરી રીપોર્ટમાં તેની પુષ્ટિ થઇ હતી. માછલીનું તેલ પણ માલુમ પડ્યું હોવાનો ધડાકો થયો હતો.
કોંગ્રેસ સરકાર દરમ્યાન લેવાયેલા ઘીમાં આ પશુ ચરબી તથા માછલીનું તેલ મળ્યું હોવાનો દાવો કર્યો છે અને તેને પગલે ગત વર્ષે રદ કરાયેલા નંદીની ઘીના કોન્ટ્રાક્ટનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમાં બોર્ડ મંદિરનું સંચાલન કરે છે. ઘીની સપ્લાય માટે દર છ મહિને ટેન્ડર બહાર પાડે છે. દર વર્ષે પાંચ લાખ કિલો ઘી ખરીદ કરે છે. ગત વર્ષે મુખ્યમંત્રી જગમોહન રેડ્ડી સરકારે નંદીની ઘીનો કોન્ટ્રાક્ટ રદ કર્યો હતો. ઉંચા ભાવનું કારણ હતું. કર્ણાટક મિલ્ક ફેડરેશન 15 વર્ષથી મંદિરની બ્રાન્ડના ઘીની સપ્લાય કરતું હતું.
ગત વર્ષે ઘીના ટેન્ડરથી કર્ણાટક મિલ્ક ફેડરેશન દુર રહ્યું હતું. દુધના ભાવવધારાથી ઘી સ્પર્ધાત્મા ભાવે આવી શકે તેમ ન હોવાનું કારણ દર્શાવ્યું હતું. કર્ણાટક સરકારે નંદીની બ્રાન્ડ દુધમાં પ્રતિ લીટર રૂા.2ના ભાવવધારાની છુટ્ટ આપી હતી. કર્ણાટક ફેડરેશન દુર રહેતા ટેન્ડરમાં સૌથી ઓછા ભાવ ભરનારને ઘી સપ્લાયનો કોન્ટ્રાક્ટ અપાયો હતો અને તે સાથે ઘી વિવાદ ઉભો થયો હતો.
ફેડરેશનના પ્રમુખે નંદીની બ્રાન્ડ ઘીને દુર કરવા માટે ‘ખેલ’ પડાયાનો આરોપ મુક્યો હતો. તેમણે કહ્યું કે નંદીની ઘી ગુમાવતાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે. અન્ય સપ્લાયર ઓછા ભાવે ઘી આપે તો ગુણવતા સાથે બાંધછોડ થવાની શંકા ઉઠી છે. આ વિધાનથી રાજકીય ધમાસાણ સર્જાયું હતું. મંદિરની કામગીરીમાં સરકાર હસ્તક્ષેપ કરતી હોવાનો ભાજપે આરોપ લગાવ્યો હતો.
લડુ પ્રસાદની ગુણવતામાં બાંધછોડ કરાયાનો અને અન્ય બ્રાન્ડના ઘી ખરીદવા મંદિર સંચાલકો પર દબાણ સર્જાયાનો આક્ષેપ થયો હતો. રાજ્ય વિધાનસભાની ગત ચૂંટણીમાં તેલુગુદેશમ પાર્ટીની સરકાર બની હતી.
મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ લડુ પ્રસાદની ગુણવતા સુધારવા ફરી નંદીની બ્રાન્ડ ઘીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ગત ઓગસ્ટથી ફરી નંદીની ઘીની સપ્લાય શરૂ થઇ છે. ઘી સંબંધી વિવાદને પગલે સરકાર દ્વારા નિયમો અને શરતો ઘડવા માટે કમીટીનું પણ ગઠન કર્યું છે.