લોગવિચાર :
વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પ્રયાગ કુંભને સ્વચ્છ રાખવા માટે સામાન્ય નાગરિકોના યોગદાનના હેતુથી મોટું અભિયાન શરૂ કર્યું છે. સંઘે દેશના દરેક પરિવારને પ્રયાગરાજ મહાકુંભ સાથે જોડવાની જવાબદારી સંભાળી છે. કુંભના મેળા દરમિયાન આશરે ૪૦ કરોડથી વધુ શ્રદ્ધાળુ આવનાર હોઈ, આવા શ્રદ્ધાળુઓ મેળામાં ડિસ્પોઝેબલ થાળી - પ્લેટનો ઉપયોગ કરે તો જબરી ગંદકી થાય, તેનાથી બચવા સંઘની ટોળી દરેક ઘર દીઠ એક થાળી અને એક થૈલી એકત્રિત કરી મહામેળા સુધી પહોંચાડશે. જેથી દરેક શ્રદ્ધાળુને માટે થાળીની વ્યવસ્થા થઈ શકે અને પોલીથીનના ઉપયોગ પર અંકુશ રાખી શકાશે.