લોગવિચાર :
પાકિસ્તાનમાં એક પિતાને પુત્રીની અનહદ ચિંતા થતાં તેના માથા પર જ સીસીટીવી કેમેરા મુકાવી દીધા છે. આ કેમેરાથી પિતા-પુત્રી પર નજર રાખે છે. પાકિસ્તાનની પરિસ્થિતિ અને આર્થિક સંકટની તો ખબર જ છે પણ ત્યાં મહિલાઓની સુરક્ષાનો મુદ્દો પણ વણસેલો છે.
પાકિસ્તાનમાં દીકરીઓ સુરક્ષિત નથી એવું લોકો માને છે પરંતુ કરાંચીના આ પિતાએ તો હદ જ કરી નાખી. તેમણે દીકરીના માથે સીસીટીવી કેમેરા મુકાવી દીધો છે. યુવતી કહે છે કે તેના પિતા કેમેરાથી તે સહીસલામત છે કે નહીં એનું ધ્યાન રાખે છે.
યુવતીએ એવું પણ કહ્યું કે કરાંચીમાં મહિલાઓ-યુવતીઓ પર અવાર-નવાર હુમલા થયા કરે છે અને એના પુરાવા ન હોવાને કારણે ન્યાય મળતો નથી એટલે આ રસ્તો અપનાવ્યો છે.