આજે, 12 ઓગસ્ટ: રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ

લોગ વિચાર :

ડો. શિયાલી રામામ્રીતા રંગનાથન (189ર-197ર) સંભવત: ર0મી સદીના મહાન ગ્રંથપાલ હતા. એક પ્રાધ્યાપક, ગ્રંથપાલ અને વિચારક તરીકે ગ્રંથાલય વિજ્ઞાનમાં તેમનું યોગદાન બીજા કરતાં અદ્વિતીય હતું, અને ભારતને કાયમી રીતે વિશ્વ ગ્રંથાલય વિકાસના તબક્કે મુકી દીધું. ગ્રંથાલય ક્ષેત્રમાં ડો. રંગનાથનના બે અનિવાર્ય યોગદાન (1)Five Law of Library Science (1931) અને  (2) Colon Classification (1933). આ બે મહાન યોગદાન સિવાય ડો. રંગનાથને ગ્રંથપાલોનો અભ્યાસક્રમ, ગ્રંથાલય વ્યવસ્થાપન અને સંસ્થાન, સંદર્ભ સેવા (રેફરન્સ સર્વીસ) અને સંચય વ્યવસ્થાપન (Collation Management) સહિત ગ્રંથાલયને લગતા વિવિધ વિષયોનો ઉંડો અભ્યાસ કર્યો હતો.

ડો. રંગનાથન 9, ઓગષ્ટ 189રના રોજ મદ્રાસ, ભારતમાં જન્મ્યા હતા. પ્રથમ તેઓ ગણીતજ્ઞ તરીકે તાલીમ પામ્યા, યુનિવર્સિટી ઓફ મદ્રાસમાં ગણીતના વ્યાખ્યાતા બન્યા. 19ર4માં યુનિવર્સિટી કોલેજ ઈન લંડનમાં જઈ સમકાલીન લાયબ્રેરીયનશીપનો અભ્યાસ કરી આવવાની શરતે યુનિવર્સિટી ગ્રંથપાલની જગ્યા માટે તેમને દરખાસ્ત કરવામાં આવી.

તેમના ઈંગલેન્ડના અભ્યાસ દરમ્યાન તેમણે દેશમાં આવેલ (ઈંગ્લેડમાં) અગણીત જાહેર ગ્રંથાલય (Public Library) અને મહાવિદ્યાલય ગ્રંથાલયો (College Library) ની મુલાકાતો લીધી, જેની મદદથી વર્ગીકરણ (Classification) સુચિકરણ (Cataloging) અને ગ્રંથાલય સેવાઓ (Library Services) જેવા ક્ષેત્રોમાં તેમના વિચારો કેન્દ્રીત કર્યા. માટે તેમની યાદમાં (12, ઓગસ્ટ)ના દિવસે સમગ્ર ભારતમાં નેશનલ લાઈબ્રેરીયન ડે ની ઉજવણી થાય છે.