લોગવિચાર :
આસો સુદ આઠમને શુક્રવાર ૧૧ ઓક્ટોબરના દિવસે આઠમ તિથિ છે હવનાષ્ટમી છે પરંતુ શુક્રવારે બપોરે ૧૨.૦૭ કલાક સુધી આઠમ તિથિ છે પરંતુ ખાસ કરીને નૈવેદ્યમાં ઉદીયાત તિથિનું મહત્વ વધારે છે આથી આ દિવસે આખો દિવસ તથા રાત્રે જે લોકોને નૈવેદ્ય તથા હોય તેઓને કરી શકાશે.
નોમના નિવેદ કયા દિવસે અને ક્યારે કરવા : આસો સુદ નોમને શનિવાર ૧૨ ઓક્ટોબર આ દિવસે સવારના ૧૧ વાગ્યા સુધી નોમ તિથિ છે પરંતુ નિવેદ્યમાં ઉદિયાત તીથીનુ મહત્વ વધારે હોય ભલે આ દિવસે દશેરા પણ સાથે હોય છતાં પણ ઉદિત તિથિનું મહત્વ હોતા નોમના નિવેદ શનિવારે બપોરે અથવા તો સાંજે અથવા તો રાત્રે કરવા યોગ્ય ગણાશે
આપણા જે મૂળભૂત ગ્રંથ છે તેમાં નિવેદ્ય સમયનો ઉલ્લેખ નથી આથી આમાં ઉદિત તિથિનો આખો દિવસ અને રાત્રી સમય લેવો યોગ્ય ગણાશે
વિજયા દશમી વિશે માહિતી : આસો સુદ નોમ ને શનિવાર ૧૨ ઓક્ટોબર આ દિવસે સવારના ૯.૦૯ વાગ્યા સુધી નોમ તિથી છે ત્યારબાદ દસમ તીથી છે દશેરાનું મહત્વ બપોરે અપરહન કાળનું છે આથી દરેક પંચાંગ પ્રમાણે જયોતિષના નિયમ પ્રમાણે આ વર્ષે શનિવારે દશેરા છે અને દશેરાનુ મુહૂર્ત વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે આથી શનિવાર નો આખો દિવસ મુહુર્ત માટે શુભ રહેશે ભગવાન રામ એ રાવણને બપોરે અપરાહનકાળ માં માર્યો હોવાથી આ મુહૂર્ત વિજય મુહૂર્ત ગણવામાં આવે છે જે શનિવારે બપોરે ૨.૩૦ થી ૩.૧૭ સુધી રહેશે જયારે શનિવારનું અભિજીત મુહૂર્ત બપોરે ૧૨.૦૯ થી ૧૨.૫૬ રહેશે.
આપણા રિવાજ પ્રમાણે રવિવારે.. મંગળવારે ગરબો પધરાવતો નથી આથી શનિવારે જ સાંજના દિવસ આથમ્યા પછી ગરબામાં દીવો કરી શનિવારે ઉદીયાત નોમતિથિ હોવાથી ગરબા ગાય અને ત્યારબાદ મંદિરે અથવા તો નદીએ શનિવારે જ ગરબો પધરાવા જવું યોગ્ય ગણાશે. ગરબો પધરાવવામાં શનિવારનું દિવસ આથમ્યા પછીનું છેલ્લું ચોઘડિયું લાભ છે આથી ગરબો પધરાવવાનો શુભ સમય શનિવારે સાંજે ૬.૨૩ થી ૭ .૫૬ સુધી ઉત્તમ ગણાશે.