ટીવી સ્ટાર વિકાસ સેઠીનું ઊંઘમાં જ હૃદયરોગનો હુમલો આવતા તેમનું અવસાન

લોગવિચાર :

‘કયું કિ સાસ ભી કભી બહુ થી’ કસોટી જીંદગી કી, ‘કહી તો હોગા’ સહિતની અનેક ટીવી સિરીયલોમાં કામ કરનાર વિકાસ સેઠીનું રવિવારે નિધન થયુ છે. 48 વર્ષિય આ એકટરનું ઉંઘમાં જ મેજર હાર્ટ એટેકથી મૃત્યુ થયુ હતું.

છેલ્લે તેઓ ‘સસુરાલ સીમર કા’અને ‘યહ વાદા રહા’ સીરીયલમાં દેખાયા હતા તેમણે ઉપ્સ , કભી ખુશી કભી ગમ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું તેમને પરિવારમાં પત્નિ જહાનવી અને ત્રણ વર્ષનાં ટવીન્સ (જોડીયા બાળકો) છે.

વિકાસ સેઠીના નિધન પર એકટ્રેસ ડેલનાઝ ઈરાનીએ જણાવ્યું હતું કે આ ખૂબ જ આઘાતજનક અને દુ:ખદ ઘટના છે.હું વિકાસ સેઠીને 2008 થી ઓળખુ છું ત્યારે અમે બન્નેએ સાથે ડાન્સ શો શરૂ કર્યો હતો.

અમે નિયમીત સંપર્કમાં નહોતા. ત્રણ મહિના પહેલા અમે મળ્યા હતા અમે એક કોમર્શીયલ શુટ કર્યું હતું. ઘણા વર્ષે મળવાથી અને ખુશ હતા. જીંદગીનો કોઈ ભરોસો નથી હૂં આશા રાખુ કે તેમના પરિવારને આ દુ:ખ સહન કરવાની શકિત મળે.