લોગ વિચાર :
અમેરિકામાં ટ્રમ્પ સાથે બેઠકમાં શ્રેણીબદ્ધ કરીને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસનો અમેરિકાનો પ્રવાસ પૂર્ણ કર્યો હતો અને સ્વદેશ પરત આવવા રવાના થઈ ગયા હતા.
અમેરિકામાં ટ્રમ્પનાં બીજા શાસનકાળમાં ભારતીય વડાપ્રધાન આ પ્રથમ પ્રવાસ પૂર્ણ કર્યો હતો અને સ્વદેશ પરત આવવા રવાના થઈ ગયા હતા. અમેરિકામાં ટ્રમ્પનાં બીજા શાસનકાળમાં ભારતીય વડાપ્રધાનનો આ પ્રથમ પ્રવાસ હતો. બન્ને નેતાઓ સંબંધો વધુ બનાવવાની દિશામાં મહત્વના નિર્ણયો લીધા હતા.
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકાનો પ્રવાસ ઘણો પરીણામલક્ષી રહ્યો છે બન્ને રાષ્ટ્રો વચ્ચેનાં સંબંધો વધુ ગાઢ બનાવવા બન્ને નેતાઓ પ્રાથમીકતાં આપતા હોવાનો સંકેત ઉપસે છે. પ્રવાસ દરમ્યાન પ્રવાસ દરમ્યાન અમેરિકન ગુપ્તચર વડા તુલસી ગુબાર્ડ સાથે પણ મોદીની બેઠક થઈ હતી.
આ સિવાય એલોન મસ્ક તથા વિવેક રામાસ્વામીને પણ મળ્યા હતા. વ્હાઈટ હાઉસમાં ચાર કલાક બેઠક ચાલી હતી. અને તેમાં અનેક મુદાઓ પર વાટાઘાટો થઈ હતી. બન્ને દેશોના સંબંધો સુરક્ષા વ્યુહાત્મક સહકાર સંરક્ષણ વ્યાપાર, આર્થિક સહયોગ, ટેકનોલોજી ઉર્જા તથા વૈશ્ર્વિક બાબતો ચર્ચામાં આવ્યા હતા. વિદેશ સચીવ વિક્રમ મીસરીએ કહ્યું કે રાણા વિશે અમેરિકાએ સ્પષ્ટ નિર્ણય લીધો છે.