આગામી બે મહિના સુધી આકાશમાં બે ચંદ્રો ખીલશે, અલબત્ત જોવા નહીં મળે!

લોગવિચાર :

અંતરિક્ષની દુનિયામાં આ મહીને એક દુર્લભ ઘટના બનવાની છે. વૈજ્ઞાનિકોનાં જણાવ્યા અનુસાર એક અસ્થાયી (થોડા સમય માટે) નાનકડો ચંદ્ર જોવા મળશે એટલે કે આવનારા બે મહિના સુધી પૃથ્વીના બે ચંદ્ર રહેશે. ખરેખર તો આ નાનકડો ચંદ્ર એક ક્ષુદ્રગાર 2024 પીટી-5 પૃથ્વીનાં ગુરૂત્વાકર્ષણની કેદમાં આવીને પૃથ્વીની ચારેબાજુ ચકકર લગાવશે. આ દુર્લભ ઘટનાથી વૈજ્ઞાનિકો પૃથ્વીના ગુરૂત્વાકર્ષણની તાકાતને વધુ સારી રીતે સમજી શકશે.

અમેરિકન એસ્ટ્રોનિમિકલ સોસાયટીએ પ્રકાશિત પેપરમાં તેની જાણકારી આપી છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે આ મિનીમુન આકારમાં લગભગ 10 મીટર (33 ફૂટ)નો છે. તે આ મહિને 30 સપ્ટેમ્બરથી પૃથ્વીના ગુરૂત્વાકર્ષણમાં પ્રવેશ કરી જશે અને 25 નવેમ્બર 2024 સુધી પૃથ્વીની ચારે તરફ ચકકર લગાવશે.જોકે વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે 25 નવેમ્બરે આ ક્ષુદ્રગ્રહ પૃથ્વીના ગુરૂત્વાકર્ષણની અસરથી મુકત થઈને સુર્યની પરિક્રમા કરવા માટે પરત ચાલ્યો જશે.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે પૃથ્વીની નજીકની વસ્તુઓ ઘોડાની નાલ જેવા પથનું અનુસરણ કરે છે તે આપણા ગ્રહની નજીક અને ઓછા સાપેક્ષ વેગથી પહોંચે છે ત્યારે મીની-મુન જેવી ઘટનાઓ બને છે. ક્ષુદ્રગ્રહ 2024 પીટી-5 પૃથ્વીની સમાન કક્ષાઓવાળી નિઅર અર્થ ઓબ્જેકટનો ભાગ છે. આ એસ્ટોરાઈડનો ઓછો વેગ અને પૃથ્વીની નજીક આવવું ગુરૂત્વાકર્ષણને અસ્થાયી રૂપે રસ્તો બદલવાની અનુમતી આપશે.

આથી આ શુદ્રગ્રહ એક નાનકડો ચંદ્ર બની જશે. સંશોધકોએ જણાવ્યું હતું કે અગાઉ પણ પૃથ્વી પર મીની મુન રહ્યા છે.જોકે 2024 પીટી-5ને દુરબીનથી જોવો શકય નથી.
અંતરિક્ષમાં ખડકોની જાણકારી મળશે:

વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે 2024 પીટી-5 ના અવલોકનથી એ અંતરિક્ષના ખડકોનાં બારામાં જાણકારી મળશે.જે પૃથ્વીની નજીક ચકકર લગાવે છે. તેમાં આ પણ સામેલ છે. જે કયારેક કયારેક પૃથ્વી સાથે ટકરાય છે.