લોગવિચાર :
રામનગરીની દિવ્યતામાં બે નવી કડીયો જોડાવવા જઈ રહી છે. ભવ્ય પ્રવેશ દ્વારોની શ્રૃખલામાં અહીં બે વધુ પ્રવેશદ્વાર (૧) તિલક દ્વાર અને (૨) સૂર્ય દ્વાર બનાવવામાં આવશે. એક દ્વાર ધર્મપથ પર હનુમાન ગુફા પાસે બનશે, જેને તિલક દ્વારા નામ આપવામાં આવશે. તિલક દ્વારની ઉપર દીપોની શ્રૃખલા સર્જિત થશે. જે ભગવાન રામના વનવાસથી પાછા ફરવા પર ઉજવવામાં આવેલી દિપાવલીનુ પ્રતિક હશે, જયારે વચમાં રામાનંદીય પરંપરાનુ પરિચાયક તિલક હશે, જે માનવતા પર દિવ્યા આશીર્વાદનું ચિન્હ હશે. દ્વારના બંને સ્થંભો પર શંખ, ચક્ર, ગંદા, પદ્મનું ચિત્રણ કરવામાં આવશે જે ભગવાન વિષ્ણુનું પ્રતિક હશે. આ દ્વાર ભગવાન રામના શાશ્વત મૂલ્યોની યાદ અપાવનારૂ હશે. બીજું દ્વાર સૂર્ય દ્વાર હશે, જે દર્શનનગરમાં સૂર્ય કુંડ પાસે હશે.. અહીં સૂર્યદેવનું પ્રાચીન મંદિર છે, જે ભગવાન રામના કુળ દેવતા છે, આ દ્વારની ભવ્યતા પણ તિલક દ્વારાની જેમજ હશે.આ દ્વાર સૂર્યવંશનું પ્રતિનિધિત્વ કરશે. તિલક દ્વારા પંચકોસી પરિક્રમા માર્ગ પર હનુમાન ગુફાના પ્રવેશ દ્વાર પર બનાવવા આવશે. આ યોજનાની લાગત રૂ્.૧.૮૯ કરોડ છે.