પવનકારી લીલી પરિક્રમામાં વિદેશી દારૂ વેચવા આવેલા બે શખ્સો પોલીસના હાથે ઝડપાયા

લોગવિચાર :

ગિરનારની લીલી પરીક્રમા કરવા આવેલા ભાવિકોની સુરક્ષા અને કાયદો વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે. સાથે સાથે અસામાજીક તત્‍વો પર પણ વોચ રાખવામાં આવી રહી છે.

દરમ્‍યાન રાવટી નંબર ૧૫નો પોલીસ સ્‍ટાફ એચ.પી. ગઢવી, પી.જી. સોચા, નારણભાઇ, રાજેન્‍દ્રસિંહ, રણજીતસિંહ પેટ્રોલીંગમાં હતા.

આ દરમિયાન જીણાબાવાની મઢી પાસેથી રાજકોટમાં ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશન પાસે રહેતો જગદીશ ઉર્ફે મનીશ ધધાણીયા, ચોરવાડ ખાતે રહેતો રમેશભાઇ પંડીત નામના ૨ યુવકની તપાસ કરતા બેગમાંથી ૩૮ બોટલ દારૂ મળી આવ્‍યો હતો. પુછપરછ દરમિયાન ઇંગ્‍લિશ દારૂનો જથ્‍થો વેચાણ અર્થે લાવ્‍યા હોવાનુ જણાવ્‍યું હતુ.

પોલીસે બંન્ને યુવકની અટક કરી ગુનો નોંધી ૧૦,૫૦૦ની રોકડ, બે મોબાઇલ, દારૂની ૩૮ બોટલ સહિત રૂપિયા ૨૧,૩૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. ડીવાયએસપી સ્‍કવોડના પીએસઆઇ વાય.એન. સોલંકી, ભવનાથ પીએસઆઇ આર. આર. બ્‍લોચ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.