ઇન્સ્ટાગ્રામમાં ટાઇપિંગ હવે નવી સ્ટાઇલમાં કરી શકાશે

લોગવિચાર :

ઇન્સ્ટાગ્રામપર કેટલાક ફેરફારો જોઈ શકાય છે. ફોટો અને વીડિયો શેરિંગ એપમાં નવા ફીચર્સ બહાર પાડવામાં આવ્યાં છે. હવે ઇન્સ્ટાગ્રામ પર ટાઇપ કરવા માટે નવી સ્ટાઇલના ફોન્ટ્સ મળશે. આ સિવાય કેનવા જેવા ફોટો એડિટિંગ માટે નવા ઈફેક્ટ્સ અને એનિમેશન પણ ઉપલબ્ધ થશે.

કંપનીએ કૈરોસેલમાં પણ સુધારો કર્યો છે. ઇન્સ્ટાગ્રામના નવા ફીચર્સથી સામાન્ય લોકો અને ક્રિએટર બંનેને ફાયદો થશે. ઈંસ્ટાગ્રામએ ફોન્ટ્સ અને ઇફેક્ટ્સ સહિત ટેક્સ્ટ-આધારિત ક્રિએટીવ ટુલ બહાર પાડ્યાં છે.

યુઝર્સ તેનો ઉપયોગ સ્ટોરીઝ, રીલ્સ અને ફોટો કેરોસેલ્સ પર કરી શકે છે. ઇન્સ્ટાગ્રામએ ફોટો એડિટિંગ સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ફોટા પર ક્રિએટીવીટી માટે ઇન્સ્ટાગ્રામએ નવી સુવિધાઓ શરૂ કરી છે જેનો લાભ યુઝર્સ લઈ શકશે .

નવા કસ્ટમ ફોન્ટ્સમાં સિગ્નેચર, કર્સિવ સેમી-સ્ક્રીપ્ટ એડિટર, 80 અને 90 ના દાયકાના વર્ડ પ્રોસેસર્સ દ્વારા પ્રેરિત રેટ્રો ફોન્ટ બબલનો સમાવેશ થાય છે, જેમાં ડૂડલ જેવી કવોલિટી છે સ્વીઝ મીમ કેપ્શન માટે ડિઝાઇન કરવામાં કોમ્પ્રેસ્ડ ફોન્ટ, પોસ્ટર, ક્લાસિક સેરિફ; અને ડેકો, નામથી ઓળખાય છે જે આર્ટ ડેકો એસ્થિટિક્સથી પ્રેરિત છે.

ઇન્સ્ટાગ્રામ પર કેનવા જેવો અનુભવ
ઇન્સ્ટાગ્રામના નવા અપડેટમાં ટાઇપફેસ ફાઉન્ડ્રી કોલોફોન સાથે મળીને ડિઝાઇન કરાયેલ છ કસ્ટમ ટાઇપફેસનો સમાવેશ થાય છે. નવા ટાઇપફેસ ઉપરાંત, યુઝર્સ પાસે સ્ટોરીઝ અને રીલ્સમાં ટેક્સ્ટને એનિમેટ કરવા માટે વધુ વિકલ્પો મળશે.

આ ઉપરાંત ફોટો કેરોસેલમાં ટેક્સ્ટ અને લેયડે ઈમેજો ઉમેરી શકાય છે. આ ફીચર્સ લોકપ્રિય ફોટો એડિટિંગ પ્લેટફોર્મ કેનવા જેવી જ સુવિધાઓ ધરાવે છે, જે દરેક યુઝરને કલાપ્રેમી ગ્રાફિક ડિઝાઇનરનો અનુભવ મેળવવામાં મદદ કરશે.

કોલોફોન કેનવા કનેક્શન
ઇન્સ્ટાગ્રામના નવા અપડેટ્સ યુઝર્સને ગ્રાફિક ડિઝાઇન એપ્લિકેશન કેનવા અથવા વિડિઓ એડીટીંગ સોફ્ટવેર કેપકટ પર મળતાં એડીટીંગ સાધનોની યાદ અપાવે છે, 2021 માં નવ કસ્ટમ ફોન્ટ્સ ડિઝાઇન કરવા માટે કેનવા દ્વારા કોલોફોનને પણ પસંદ કરવામાં આવ્યું હતું. તેથી યુઝર્સને, ઈંસ્ટાગ્રામના નવા ફીચર્સ લોકપ્રિય એડિટિંગ એપ્લિકેશનના ઇન્ટરફેસથી પ્રેરિત હોય તેવું લાગે છે.