લોગવિચાર :
પ્રયાગરાજમાં મહાકુંભમેળાના સ્થળે આવનારા આશરે 45 કરોડ ભાવિકોની સુરક્ષા અને સુવિધા માટે ઉત્તર પ્રદેશની યોગી આદીત્યનાથ સરકારે તમામ તૈયારીઓ પુરી કરી લીધી છે.
ભાવિકો માટે પાણીની અંદર સુરક્ષા માટે યોગી સરકારે અન્ડરવોટર ડ્રોનની વ્યવસ્થા કરી છે. આ ડ્રોન 24 કલાક પાણીની નીચેની ગતિવિધિ પર નજર રાખશે. અંધારામાં પણ એ આસાનીથી નજર રાખી શકશે.
આમ સંગમસ્થળે કોઈ પણ ડૂબી રહેલી વ્યક્તિને બચાવી શકાશે. આ ડ્રોન 100 મીટર ઉંડા પાણીમાં પણ કામ કરવામાં સક્ષમ રહેશે. આ ડ્રોન અસીમિત અંતર સુધી કામ કરી શકશે. ઈમર્જન્સીમાં તરત કાર્યવાહી માટે આ ડ્રોન ઈન્ટીગ્રેટેડ કન્ટ્રોલ કમાન્ડ સેન્ટરને જાણકારી અને એલર્ટ મોકલશે.
મહાકુંભમાં આવનારા ભાવિકો માટે સ્ટેટ ડિઝેસ્ટર રિસ્પોન્સ ફોર્સ, નેશનલ ડિઝેસ્ટર રિસ્પોન્સ ફોર્મ સહિત પોલીસોની ટીમો ખડેપગે હાજર રહેશે. 700 જેટલી બોટ પર સુરક્ષાકર્મીઓ 24 કલાક તહેનાત રહેશે. રિમોટ ઓપરેટેડ લાઈફબોયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જે તાકીદની પરીસ્થિતિમાં સહાયતા પહોંચાડી શકશે.