લોગવિચાર :
વારાણસીની કાયાપલટે પ્રવાસીઓને આકર્ષવાનુ કામ કર્યું છે અને દેશનુ પહેલા નંબરનું ધાર્મિક પ્રવાસન સ્થળ બની ગયુ છે. ગયા વર્ષે 2023માં 8.54 કરોડથી વધુ લોકોએ વારાણસીનો પ્રવાસ ખેડયો હતો.
બીજા ક્રમે મિર્ઝાપુર આવ્યુ છે, ત્યાં 72 લાખથી વધુ પ્રવાસીઓ ગયા હતા. 2023માં પૂર્વાંચલના ટોચના ધાર્મિક અને પ્રવાસન સ્થળોમા વારાણસી પછી મિર્ઝાપુરના વિંધ્યાચલ અને ત્રીજા ક્રમે અષ્ટભુજા મંદિર આવ્યા છે.આ મંદિર પણ મિર્ઝાપુરમાં જ છે. પછીના ચોથા ક્રમે સંત રવિદાસ નગર (ભદોહી)નુ સીતામઢી અને પાંચમા ક્રમે કુદરતી સૌંદર્યથી સભર સોનભદ્ર છે.
બનારસ અને આસપાસના જિલ્લાની કનેકિટવિટી વધવાને કારણે આ સ્થળોએ પ્રવાસન વિકાસની વિવિધ યોજનાઓપણ શરૂ થઈ છે. આ જ કારણે પ્રવાસીઓની સંખ્યા વધી છે. પ્રવાસીઓ માટે વારાણસીની આસપાસની 100 થી 200 કિલોમીટરની યાત્રા ઘણી સરળ થઈ ગઈ છે.
2023માં વારાણસીમાં 8,54,73,633, વિંધ્યાચલમાં 72,97,800, અષ્ટભુજા મંદિરમાં 42,35,770, સીતામઢીમાં 25,41,080 અને સોનભદ્રમાં 22,26,310 પ્રવાસી આવ્યા હતા.