લોગવિચાર :
શાકભાજીની સાથે સાથે હવે ખાદ્યતેલની કિંમતોમાં પણ હવે ઉછાળો જોવા મળી રહ્યો છે.ગત ત્રણ મહિનામાં તેની સરેરાશ કિંમતોમાં 20 રૂપિયા દર કિલોએ વધારો નોંધાયો છે.સૌથી વધુ સરસવના તેલમાં લગભગ 25 રૂપિયા કિલોએ વધારો થયો છે.
ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા જાહેર માસિક રિપોર્ટમાં એ ઉત્પાદનોનો ખાસ કરીને ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જેની કિંમતોમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. રિપોર્ટ જણાવે છે કે સરસવ, સુરજમુખી અને મગફળીના તેલની કિંમતોમાં ઝડપથી વધારો થયો છે.
દેશના મોટાભાગનાં ઘરોમાં ખાવાનું બનાવવા માટે સરસવ અને મગફળીના તેલનો ઉપયોગ થાય છે ત્યારબાદ સુરજમુખીનો નંબર આવે છે. કિંમતોમાં ઉછાળાથી સ્પષ્ટ છે તેની અસર રસોઈનાં બજેટ પર પણ પડી રહી છે.રિપોર્ટ બતાવે છે કે ઓગસ્ટથી સપ્ટેમ્બર દરમ્યાન કિંમતોમાં સૌથી વધુ વૃધ્ધિ નોંધાઈ છે.
ઓકટોબર 2022 સુરજમુખી (સન ફલાવર) અને સરસવના તેલની કિંમતો લગભગ 175 રૂપિયા દર કિલોના સ્તરે હતી પરંતુ બે વર્ષ બાદ સરસવનું તેલ ઓકટોબર-2022 ના સ્તર પર પહોંચી ગયુ છે તો મગફળીનું તેલ હવે લગભગ 200 રૂપિયે કિલોના સ્તર પર છે.