વિરાટ કોહલી અને રોહિત શર્માને T20 વર્લ્ડ કપ રમવાની છેલ્લી તક

લોગ વિચાર :

ટી-20 વિશ્વ કપની શરૂઆત થવા આડે હવે થોડો જ સમય રહ્યો છે. એવામાં ટીમો બાબતે સંભાવના અને પરીણામનો દોર શરૂ થઇ ચૂકયો છે. જયાં સુધી ભારતની વાત કરીએ તો બે મહાન ખેલાડીઓમાં 35 વર્ષીય વિરાટ  કોહલી અને 37 વર્ષીય રોહિત શર્મા માટે ભારતીય ટીમને આઇસીસી ટ્રોફી અપાવવા માટે અંતિમ તક છે.

17 વર્ષ પહેલા શરૂ કરાયેલ સફર : રોહિતે મોખરાનાં સ્તરની ક્રિકેટમાં શરૂઆત 2007માં બેલફાસ્ટમાં કરી જયારે વિરાટ કોહલીએ તેના એક વર્ષ બાદ દામ્બુલામાં પોતાનો પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો.

એક સાથ ચાલેલા આ સફર તો સંભવત: અંત કેરેબીયન દ્વિપોમાં સમાપ્ત થશે.

2024 પછી આગામી ટી-20 વિશ્વ કપ-2026માં રમાશે. જેની મેજબાની ભારત અને શ્રીલંકા સંયુકત રૂપથી કરશે પરંતુ ત્યારે રોહિત 40 વર્ષનો થઇ જશે અને કોહલી 38 વર્ષનો થશે. વન-ડે પ્રારૂપનો વિશ્વ કપ તેના એક વર્ષ બાદ થશે.

અંતિમ હોઇ શકે છે વિશ્વ કપ : રમતની સ્ટ્રાઇક રેટથી સંલગ્ન પ્રકૃતિમાં સતત વધારો થતો રહ્યો છે. એ જોતા આ બંનેને આમાંથી કોઇપણ રમતા જોવા મુશ્કેલ જણાય છે. એવામાં રોહિત અને કોહલી બંને આવતા મહિને વિજેતા  પદક પોતાના ગળામાં લટકાવીને મંચથી વિદાય લેવા ચાહે છે. અલબત બંને બેટધરોમાં કોહલી બધા પ્રારૂપમાં સૌથી શ્રેષ્ઠ બેટધર છે. જેશેના સતત બદલતા સ્વરૂપ સાથે અધિક સહજતાથી અનુકુળ થતો જોવા મળે છે. બીજા ટાઇટલ પર ભારતની નજર છે. જો તે એવું કરવામાં સફળ નિવડે છે. તો આ 5007 ટી-20 વિશ્વ કપ (રોહિત) અને 2011માં 50 ઓવરમાં વિશ્વકપ (કોહલી) પછી તેમનો બીજો વિશ્વ ખિતાબ હશે.

એટલે બંનેની નજર 29 જુનનાં બ્રિજટાઉનમાં ખિતાબ હાથમાં લેવા પર રહેશે. આ બંને માટે આ સૌથી સારામાં સારી વિદાય બની રહેશે.
જેમણે છેલ્લા 17 વર્ષોમાં ભારતનાં લીમીટેડ ઓવર ક્રિકેટમાં પ્રભાવ ઉત્પન્ન કર્યો છે.
રોહિતે સફેદ વડાના પ્રારૂપમાં એક અલગ જ પ્રકારની પ્રતિમા બનાવી પરંતુ મહદ અંશે વધુ સમય ટેસ્ટ ક્રિકેટમાં સફળતા હાંસીલ ન કરી શકયો કારકીર્દીના બીજા ચરણમાં એક સલામી બેટધરની ભૂમિકામાં રોહિતે ટેસ્ટની ભૂમિકામાં સારૂ પ્રદર્શન કર્યુ.
પરંતુ હવે કોહલી અને રોહિતને વિશ્વ કપમાં ભારતના અભિયાનને આગળ ધપાવવા માટે આ પ્રારૂપમાં અનુભવ પર નિર્ભર રહેશે.

► 05 આઇસીસી ખિતાબ આજ સુધી ભારતીય ટીમે જીત્યા

► 02 વન-ડે વિશ્વ કપ 1983 અને 2011માં

► 02 આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2002, 2013માં

► 01 ટી-20 આંતર રાષ્ટ્રીય વિશ્વ કપ 2007માં

► 13 વર્ષથી ભારતીય ટીમને વિશ્વ કપ ટાઇટલની તલાશ

♦ 2007માં ભારતે મહિન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ટી-20 વિશ્વ કપ જીત્યો  હતો ત્યારે રોહિત શર્મા ટીમમાં હતો.
♦  2011માં 50 ઓવર વિશ્વ કપ પણ ધોનીના નેતૃત્વમાં ભારતે જીત્યો ત્યારે વિરાટ કોહલી પણ ટીમમાં હતો.

ત્રણ ઝડપી ગોલંદાજ

♦ જસપ્રિત બુમરાહ..62 74

♦ અર્શદીપ...44 62

♦ મોહમ્મદ સિરાઝ...10 12