બેંગકોક ભૂકંપમાં 33 માળની ઇમારત ધરાશાયી થવા પાછળ ચીનનો હાથ?

લોગ વિચાર :

મ્યાનમાર-બેંગ્કોકમાં આવેલા ખતરનાક ભુકંપમાં હજારો લોકોના મોત થયા છે. આ ભૂકંપથી થાઈલેન્ડમાં 33 માળની ગગનચુંબી ઈમારત ધસી પડી હતી. થાઈલેન્ડના વડાપ્રધાન અનુતિન ચર્નવિરાકુલે શનિવારે ધસી પડેલી આ ઈમારતના સ્થળે મુલાકાત લીધી હતી અને તપાસના આદેશ આપ્યા હતા.

જેથી અનેક લોકોને જિજ્ઞાસા પેદા થઈ છે કે આખરે આ ગગનચુંબી ઈમારતમાં શું ગરબડ હતી? તેનું નિર્માણ એક ચીની કંપની સાથે સંયુક્ત ઉદ્યમ દ્વારા કરાવવામાં આવી રહ્યું હતું. આ મામલામાં ચીન સમર્થિત એક નિર્માણ ફર્મની તપાસ કરવામાં આવી રહી છે.

આ ધસી પડેલી ઈમારતના કાટમાળમાંથી આઠ જેટલા મૃતદેહો મળી આવ્યા છે. ગગનચુંબી ઈમારત આટલી જલદી કેમ ધસી પડી? આ મામલે સવાલ ઉઠવા લાગ્યા છે. ડેમોક્રેટ પાર્ટીના એક સિવિલ એન્જીનીયર અને રાજનીતિજ્ઞ પ્રો. સુચાચાવી સુવાનસાવાસે જણાવ્યું હતું કે નિશ્ચિત રૂપે કંઈ ગરબડ છે. તેમણે જણાવ્યું હતું.

અન્ય ઈમારતો જોઈએ તો, ત્યાં સુધી કે નિર્માણાધીન ઉંચી ઈમારતો પણ સુરક્ષિત છે. ધસી પડેલી ઈમારતની કાં તો ડિઝાઈન જ ખોટી હતી કે પછી તેનું નિર્માણ ખોટુ હતું પણ હાલ નિષ્કર્ષ પર પહોંચવું ઉતાવળભર્યું લાગશે. થાઈલેન્ડના વડાપ્રધાને તાત્કાલીક આ મામલે તપાસના આદેશ આપ્યા છે.