આ કેવો રોગ છે? દર્દી પોતાને ગાય માને છે અને ઘાસ ખાય છે અને 4 પગે ચાલવા લાગે

લોગવિચાર :

બોનથ્રોપી તરીકે ઓળખાતી એક અજબની બીમારી ધ્યાનમાં આવી છે જેમાં દર્દી પોતે ગાય હોય એવી રીતે જીવવા લાગે છે. હાથ અને પગ વડે ચાલવા લાગે છે જયાં ઘાસ મળે ત્યાં ચરવા લાગે છે. તેને સાદુ ભોજન ભાવતું નથી સાઇલેજ અને પરાગરજ આપો તો તરત જ ખાવા લાગે છે.

ગાયના ટોળામાં ઘૂસીને ચૂપચાપ ચરવા લાગે છે.  પોષણયુકત ખોરાકના અભાવે તેનું શરીર નબળું પડતું જાય છે. કુપોષણનો ભોગ બને ત્યારે તે કતલખાને લઇ જાવ એવી જીદ્ કરે છે.  બોલવાનું તો સાવ બંધ જ કરી દે છે.

નિષ્ણાતોનું માનવું છે કે સદીઓ જુની આ બીમારી રેર જોવા મળતી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી કિસ્સા વધ્યા છે.  આ ડિસઓર્ડર એટલો વધારે પ્રમાણમાં હોયતો  જીંદગીભર  માણસ હોવા છતાં ગાય બનીને રહે છે. બોનથ્રોપીને દુનિયાની ખતરનાક ગણાતી બીમારીમાં ગણાય છે.

આને સેલ્ફ આઇડેન્ટિટી ડિસઓર્ડર પણ કહેવામાં આવે છે. વિશ્વમાં આ રોગના 100 થી પણ વધારે દર્દીઓ છે. માણસ જયારે ઉલટી સીધી હરકત કરે ત્યારે જાનવર છે એમ કહીને ટોકવામાં આવે છે પરંતુ આ રોગમાં દર્દી પોતે માણસ નહી પરંતુ જાનવર છુ એમ કહેવા લાગે છે.

પ્રાચીન સમયમાં બીમારીને ધાર્મિક અને જાદુ ટોણાની દ્રષ્ટીએ જોવામાં આવતી હતી. ઇસ પૂર્વે 605 થી 562 દરમિયાન ન્યૂ બેબિલોનના રાજા નેબુચદનેઝારને આ બીમારી થતા તેને હાંકી કાઢવામાં આવ્યો હતો.

બરતરફ થયેલો રાજા ઘાસ ખાઇને જીવ્યો હોવાની વાત જાણીતી છે.  પર્શિયન પરંપરા મુજબ રાજુકમાર મજલ અલ-દવલા પોતે ગાય હોવાની ભ્રમણાથી પીડાતો હતો. આ સાયકોલોજિકલ ડિસઓર્ડર માણસને જાનવરની જેમ રિએકટ થવા મજબૂર કરી દે છે.