લોગવિચાર :
રાજસ્થાનના ભીલવાડા જિલ્લાની એક ઘટના આસ્થાનું તાદૃશ સ્વરૂપ બની ગયું છે. નિ:સંતાન દંપતિએ જોગણીયા માતાની માનતા માની હતી. 12 વર્ષે તેમના ઘરે બાળકનો જન્મ થયો એટલે માનતા પૂરી કરવા માટે તેમણે નવજાત બાળકને લઇને જાત્રા શરૂ કરી હતી.
118 કિલોમીટરની પગપાળા યાત્રા કરવાની હતી અને એમાં પતિ-પત્ની બંનેએ પગમાં ચંપલ પણ નહોતા પહેર્યા. જોકે સાથે બાળક હતું એટલે તેને સાચવવા માટે ટ્રોલી બેગમાં સુવડાવી દીધુ હતું. નવજાતને ટ્રોલી બેગમાં લઇ જતું જોઇને અન્ય પદયાત્રીઓ અને ભંડારો કરનારા લોકો પણ ચકિત થઇ ગયા હતા.