લોગ વિચાર :
2008 ના મુંબઈ ત્રાસવાદી હુમલામાં સામેલ અને અમેરિકન જેલમાં બંધ તહવ્વુર રાણાને ભારતને સોંપી દેવાનું અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું હતું. ભારત માટે આ અત્યંત મહત્વનું પ્રત્વાર્પણ છે.
વ્હાઈટ હાઉસમાં સંયુકત પત્રકાર પરિષદમાં ટ્રમ્પે તહવ્વુર રાણાને ભારતને સોંપવાને મંજુરી આપવાનું જાહેર કર્યું હતું. ઉપરાંત ભવિષ્યમાં વધુ વોન્ટેડ આરોપીનુ પ્રત્યાર્પણ કરવાનો મહત્વનો નિર્દેશ આપ્યો હતો.
ટ્રમ્પે કહ્યું કે અત્યંત હિંસક માણસ (તવ્વહુર રાણા) ને તુર્તમાં ભારત મોકલી દેશૂ આ સિવાય ભારત તરફથી કેટલાંક વધુ વોન્ટેડ આરોપીના પ્રત્યાર્પણ માટે દરખાસ્ત મળી છે અને તેમને પણ પાછા મોકલશુ ગુનાખોરી જેવા મોરચે ભારત સાથે એક થઈને કામ કરવાનું અને ભારત માટે વધુ સારૂ વાતાવરણ સર્જશુ.
અમેરિકન સુપ્રિમ કોર્ટે પણ ગત 21 મી જાન્યુઆરીએ રાણાની આખરી અરજી ફગાવી હતી. અને પ્રત્યાર્પણ માટેનો માર્ગ ખુલ્લો કરી દીધો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે એવો નિર્દેશ કર્યો હતો કે રાણાને પરત મેળવવાની કાનુની પ્રક્રિયા ચાલી રહી છે.
હવે ટ્રમ્પની મંજુરીને પગલે તુર્તમાં કબ્જો મલશે. આ માટે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીની ટીમ અમેરીકા જશે. તહવ્વુર રાણાની 2009 માં શિકાગોમાંથી ધરપકડ કરવામાં આવી હતી પાક ત્રાસવાદી સંગઠન અને સંડોવણીનો આરોપ હતો મુંબઈ હુમલામાં પણ સંડોવણી જાહેર થઈ હતી.