લોગવિચાર :
ભારતની વર્લ્ડ કપ વિજેતા ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડે તાજેતરમાં તેમના જીવન પર સંભવિત બાયોપિક વિશે વધતી ચર્ચા અંગે નિવેદન આપ્યું હતું. એક એવોર્ડ સમારોહમાં તેને પૂછવામાં આવ્યું કે તે આ ફિલ્મમાં કોને પોતાનું પાત્ર ભજવતા જોવા માંગે છે. તો તેનો જવાબ પણ આવ્યો હતો.
દ્રવિડનો ફની જવાબ આવ્યો. તેણે મજાકમાં કહ્યું કે કદાચ હું આ રોલ માટે શ્રેષ્ઠ ઉમેદવાર બની શકું. તેણે કહ્યું કે જો પૈસા સારા હશે તો હું આ રોલ કરીશ. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ્યારે ભારતીય ટીમ ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી ત્યારે કેટરિના કૈફે કહ્યું હતું કે દ્રવિડના જીવન પર ફિલ્મ બનવી જોઈએ.
ભારતીય ટીમે દ્રવિડના કોચિંગ હેઠળ ODI વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી હતી પરંતુ તે જીતી શકી નહોતી. થોડા મહિનાઓ બાદ ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી અને દક્ષિણ આફ્રિકાને રોમાંચક મેચમાં હરાવીને ટ્રોફી જીતી હતી.
રોહિત શર્મા અને રાહુલ દ્રવિડની જોડીએ એક દાયકા પછી ICC ઇવેન્ટમાં ભારતને જીત અપાવી. તે સમયે દ્રવિડ પોતે ઘણો ખુશ હતો અને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ રડી રહ્યા હતા. દ્રવિડ પોતે વિશ્વ કપ વિજેતા ટીમનો ભાગ નહોતો પરંતુ કોચિંગ હેઠળ તેણે ટીમને ખિતાબ સુધી પહોંચાડી હતી.