લોગ વિચાર.કોમ
કૃત્રિમ ગર્ભધારણ માટેની ઈન વિટ્રો ફર્ટિલાઈઝર્સ (IVF ) માટે જે પ્રક્રિયા અત્યાર સુધી નિષ્ણાંતો દ્વારા લેબોરેટરીમાં થતી હતી એ આખી પ્રક્રિયા હવે આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સ (AI)આધારીત સીસ્ટમ દ્વારા કરી શકાય છે.
ન્યુયોર્ક અને મેકિસકોમાં ક્ધસીવેબલ લાઈફ સાયન્સિસ ટીમનાં એમ્બ્રોયોલોજીસ્ટ ડો.જેકીસ કોહેનના નેતૃત્વમાં એક એવી ઓટોમેટેડ સિસ્ટમ શોધાઈ છે જેમાં માનવ નિષ્ણાંતોની મદદ વિના IVF ની પ્રક્રિયા માટે જરૂરી 23 પ્રોસીજર્સ આપમેળે થઈ શકે છે.
કૃત્રિમ ગર્ભધારણ માટે લેબોરેટરીમાં ચોકકસ તાપમાને એક એક એગમાં સ્પર્મ ઈન્જેકટ કરવાની ઈન્ટ્રાસાઈટોપ્લાઝમિક સ્પર્મ ઈન્જેકશન (ICSI) પ્રક્રિયા જે મેન્યુઅલી કરવામાં આવે છે.
આ નવી શોધાયેલી સિસ્ટમ મુજબ AI દ્વારા થઈ છે. ICSI પદ્ધતિમાં જે 23 સ્ટેપ્સ નિષ્ણાંતો દ્વારા મેન્યુઅલી કરવામાં આવે છે એ તમામ સ્ટેપ્સ હ્યુમન હેન્ડની મદદ વિના રિમોટ ડીજીટલ ક્ધટ્રોલ દ્વારા આપમેળે કરી શકાય છે.
આ પદ્ધતિથી તૈયાર થયેલા ભ્રુણમાંથી મેકિસકોની હોપ IVF હોસ્પિટલમાં એક બોયનો જન્મ થયો છે.40 વર્ષની એક મહિલાએ અનેક નિષ્ફળ સાયકલ પછી AI સંચાલીત IVF સિસ્ટમ દ્વારા તૈયાર થયેલા ચાર ભ્રુણમાંથી એક બેબીને પોતાના ગર્ભાશયમાં સ્થાપિત કરીને સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. આ વિશ્વનું પહેલુ બાળક છે જે આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ દ્વારા ઓટોમેટેડ સીસ્ટમથી પેદા થયુ છે.