દુબઈમાં વિશ્વનું પ્રથમ તરતું પોલીસ સ્ટેશન બનશે

લોગવિચાર :

દુબઈમાં દુનિયાનું સૌથી પહેલુ તરતું અને એઆઈથી સજજ સ્માર્ટ પોલીસ સ્ટેશન બનશે દુબઈ પોલીસે તેની જાણકારી આપતા જણાવ્યું હતું કે આ પોલીસ સ્ટેશનની શરૂઆત વર્ષ 2026 માં થશે.આ પ્રોજેકટમાં દુબઈ સરકાર બે અબજ દીરહામ ખર્ચ કરશે. ભારતીય રૂપિયામાં એક દીરહામની કિંમત 23 રૂપિયા છે.

દુબઈ પોલીસના પ્રવકતા ફૈઝલ અલ તામિમિનું કહેવુ ચે કે વિશ્ર્વ સ્તરીય પોલીસ સ્ટેશન બધી સુવિધાઓથી સજજ હશે. જયારે સમુદ્રી સીમામાં જહાજ ચાલકોની સુરક્ષા નિશ્ચિત કરશે.

ઈમરજન્સીમાં તેમને તત્કાલ મદદ મળી શકશે. આ સ્ટેશનમાં તૈનાત રહેનાર પોલીસ કર્મીઓને ખાસ તાલીમ આપવામાં.આ પોલીસ સ્ટેશનમાં 27 પ્રકારની સુવિધાઓ હશે.7 ભાષા બોલનાર પોલીસ ર્ક્મીઓ તેમાં તૈનાત રહેશે.