વિશ્વને ભારત પાસે ફરીથી આશા : સીરમ ઈન્સ્ટિટ્યુટ હવે Mpox રસી તૈયાર કરી રહી છે

લોગ વિચાર :

વિશ્વના અનેક દેશોમાં મંકીપૉક્સ ફેલાઈ રહ્યો છે. અલબત ભારતમાં અત્યાર સુધીમાં મંકીપોક્સના કોઈ કેસ સામે આવ્યા નથી, પણ વિશ્વમાં સતત વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે 19મી ઓગસ્ટના રોજ એરપોર્ટ, બંદરો તથા સરહદી અધિકારીઓને સાવધાન રહેવા આદેશ કર્યાં છે.

દરમિયાન 20 ઓગસ્ટના રોજ અદાર પૂનાવાલાના નેતૃત્વમાં સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII)એ જાહેરાત કરી છે કે એક સ્વદેશી Mpox વેક્સિન વિકસિત કરવા માટે લગભગ નજીક છે અને આગામી એક વર્ષમાં જ આ અંગે સારા સમાચાર મળે તેવી આશા છે.

અદાર પૂનાવાલાએ માહિતી આપી કે સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ બિઝનેસ સ્ટાન્ડર્ડ સાથે વાતચીત કરતાં કહ્યું કે અમે વર્તમાન સમયમાં એક એન્ટી-Mpox વેક્સિન તૈયાર કરવા કામ કરી રહ્યા છીએ, જે લાખોની સંખ્યામાં જીવ બચાવવામાં મદદ કરશે

તેમણે વધુમાં કહ્યું કે આશા છે કે આ પ્રગતિની સાથે સાથે અમે એક વર્ષમાં જ વધુ કેટલાક અપડેટ અને હકારાત્મક સમાચાર મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે નવો Mpox વાયરસ અગાઉના મંકીપોક્સ રોગથી અલગ છે.

તાજેતરમાં જ કેન્દ્રીય સ્વાસ્થ મંત્રાલયે એક નવા મન્કીપોક્સ વાયરસને લઈ નિષ્ણાતો સાથે બેઠક યોજી છે. બેઠકમાં સામેલ સૂત્રોના જણાવ્યા પ્રમાણે Mpoxને COVID-19 સાથે કોઈ જ સંબંધ નથી.

હોસ્પિટલોમાં અગાઉથી જ નોડલ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. 32 ICMR કેન્દ્રો પર ટેસ્ટ સુવિધા ઉપલબ્ધ છે. સ્વાસ્થ મંત્રાલયે રાષ્ટ્રીય રાજધાનીમાં કોઈપણ Mpox દર્દીના આઈસોલેશન, મેનેજમેન્ટ અને સારવાર માટે ત્રણ કેન્દ્ર સંચાલિત હોસ્પિટલો-રામ મનોહર લોહિયા હોસ્પિટલ, સફદરજંગ અને લેડી હાર્ડિંગને નોડલ કેન્દ્ર સ્વરૂપમાં પસંદ કરવામાં આવ્યા છે.