લોગવિચાર :
નાગપુરના સેલિબ્રિટી શેફ વિષ્ણુ મનોહરે ૨૪ કલાકમાં નોન-સ્ટોપ ઢોસા બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવવાના ભાગરૂપે રવિવારથી લઈને ગઈ કાલે રાતે આઠ વાગ્યા સુધીમાં ૬૦૦૦થી વધુ ઢોસા બનાવ્યા હતા. નાગપુરના ગિરીશ ગાંધી ખુલે રંગ મંચ દ્વારા વિષ્ણુજી કી રસોઈમાં આ ઇવેન્ટ શરૂ થઈ હતી. અહીં લોકોને ફ્રીમાં ઢોસા ખવડાવવામાં આવ્યા હતા અને શેફ વિષ્ણુ મનોહરે ૨૪ કલાક સુધી નોન-સ્ટોપ ઢોસા બનાવ્યા હતા. ઢોસા સાથે ખાવા માટે ૧૦૦૦ કિલો ચટણી બનાવવામાં આવી હતી. સાથે જ હિન્દી અને મરાઠી ગીતો, ગઝલો, ભજન અને સ્ટેન્ડ-અપ કોમેડી પણ ચાલતી હતી.