લોગવિચાર :
હાલના ટેકનોલોજીનાં સમયમાં યુવાનો માહિતી મેળવવા માટે સોશ્યલ મિડીયા પર વિશ્વાસ કરી રહ્યા છે. એક જમાનો હતો જયારે માહિતી મેળવવાનો સ્ત્રોત પુસ્તકો હતા. રિપોર્ટ અનુસાર એક તૃતિયાંશ યુવાઓ ફેસબુક અને ટયુબથી વધુ માહિતી મેળવે છે. તેમાં પણ 60 ટકા મહિલાઓ સૌથી આગળ છે.
પિયુ રિસર્ચ સેન્ટરે આ સર્વે કર્યો છે.છેલ્લા વર્ષનાં આંકડામાં ત્રણ ટકાનો વધારો થયો છે.દુનિયાનાં 15 દેશોમાં યુવાનો સાથે વાતચીત બાદ આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
ફેસબુકથી 69 ટકા જાણકારી
સર્વે અનુસાર લગભગ 72 ટકા યુવાનોએ માન્યું છે કે જાણકારી મેળવવામાં સોશ્યલ મિડિયા મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમાં જયાં ફેસબુકથી 69 ટકા યુવાનો માહિતી મેળવી રહ્યા છે ત્યાં યુ ટયુબથી 55 ટકા માહિતી મળી રહી છે. જયારે મહિલાઓ ફેસબુક ઉપરાંત ઈન્સ્ટાગ્રામથી 59 ટકા માહિતી લઈ રહી છે.
ઓછા વિકસીત દેશોમાં વોટસએપ આગળ
રિપોર્ટમાં જણાવાયું છે કે સ્નેપચેટ, ઈન્સ્ટાગ્રામ, એકસ જેવા સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ પર સમાચાર ગ્રાહકો ઓછી વયના છે. તેમાં 18 થી 29 વર્ષની વય વાળાઓને સામેલ કરવામાં આવ્યા છે.જયારે વોટસએપ પર 48 ટકા સમાચાર ગ્રાહકો ઓછા વિકસીત દેશોમાંથી છે.
તેઓ તેનાં માધ્યમથી માહિતીઓ મેળવે છે તેમાં પણ મહિલાઓ 51 ટકા અને પુરૂષ 47 ટકા છે. જયારે કોલેજમાં ભણતા 55 ટકા યુવાનો લિંકડ ઈનથી માહિતી મેળવે છે.