કેરળમાં નિપાહ વાયરસથી સંક્રમિત યુવકનું મોત: કેન્દ્ર એલર્ટ : એડવાઈઝરી જારી

લોગ વિચાર :

મલ્લાપુરમ જિલ્લામાં 14 વર્ષના યુવકની નિપાહ વાયરસના સંક્રમણથી મોત થયું છે. જેને લઈને કેન્દ્ર સરકારે રાજ્યને તાત્કાલીક કેટલાંક પગલાં ભરવાના નિર્દેશ આપ્યા છે. પીડિતમાં એક્યૂટ એન્સેફલાઈટિસ સિન્ડ્રોમના લક્ષણ જોવા મળ્યા હતા. જો કે બાદમાં પુણે સ્થિત નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીમાં જ્યારે સેમ્પલ ટેસ્ટ કરાયા તો તે નિપાહ વાયરસ હોવાની પુષ્ટિ થઈ. પહેલા તો પીડિતને પેરિંથલમન્ના સ્થિત હેલ્થકેર ફેસિલીટીમાં દાખલ કરાયા, પરંતુ બાદમાં તેણે કોઝિકોડના હાયર હેલ્થ સેન્ટરમાં શિફ્ટ કરાયો. ડોકટર્સન તમામ પ્રયાસો છતાં દર્દીને બચાવી શકાયો ન હતો. અંતે તેણે રવિવારે આ બીમારીને કારણે જીવ ગુમાવ્યો.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કેરળ સરકારને સક્રિય મામલાની ભાળ મેળવવા અને કોન્ટેક્ટ ટ્રેસિંગ સહિત તાત્કાલીક 4 પગલાં ઉઠાવવાના નિર્દેશ આપ્યાં છે.

રાજ્ય સરકારને સલાહ આપવામાં આવી છે કે કોઈ પણ બીજા મામલાની ઓળખ કરવાના પ્રયાસ કરવામાં આવે. તે માટે મૃતકના પરિવારજનો, પાડોસીઓ અને તેના સંપર્કમાં આવતા જતા લોકો પર નજર રાખવામાં આવે.

રાજ્યને છેલ્લાં 12 દિવસમાં ઓળખવામાં આવેલા મામલાના કોન્ટેક્ટ્સની ભાળ મેળવવી જોઈએ. જેના લક્ષણોને સમજવા અને વાયરસને ફેલાવતો રોકવામાં મદદ મળે. કન્ફોર્મ કેસના કોન્ટેક્ટમાં આવતા ક્વોરન્ટિન કરવા પડશે. સાથે જ જો કોઈ પણ વ્યક્તિમાં તેના લક્ષણ જોવા મળે તો તેને તાત્કાલીક અલગ-થલગ કરી દેવા જોઈએ.

મંત્રીએ કહ્યું કે તેના અંતિમ સંસ્કાર ઈન્ટરનેશનલ પ્રોટોકોલ મુજબ કરાશે. જિલ્લાધિકારી યુવકના માતા-પિતા અને પરિવારની સાથે ચર્ચા કરશે જે બાદ જ તેના અંતિમ સંસ્કાર અંગે નિર્ણય લેવાશે.