ઝિવાએ ફાધર્સ ડે પર ધોનીનો હીરો લુક શેર કર્યો

લોગ વિચાર :

વિદેશમાં વેકેશન એન્‍જોય કર્યા બાદ મહેન્‍દ્ર સિંહ ધોની હવે ભારતમાં પોતાના ફાર્મહાઉસ પર ફેમિલી સાથે શાંતિથી સમય પસાર કરી રહ્યો છે. ફાધર્સ ડે પર તેની દીકરી ઝિવાએ તેના ફોટોનો એક વિડિયો શેર કર્યો. આ ફોટોમાં ધોની ફાર્મહાઉસમાં પોતાના ડોગી સાથે જોવા મળ્‍યો. ૪૨ વર્ષની ઉંમરે પણ શાનદાર ફિટનેસને કારણે ધોની લાંબા વાળમાં કોઈ ફિલ્‍મનો હીરો જેવો લાગતો હતો.